For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

જાણવા જેવા સમાચાર: જો કોઈ દુકાનદાર 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડે તો અહીં ફરિયાદ કરી દો

10:23 AM May 15, 2024 IST | arti
જાણવા જેવા સમાચાર  જો કોઈ દુકાનદાર 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડે તો અહીં ફરિયાદ કરી દો
Advertisement

બજારમાં એવા ઘણા દુકાનદારો છે જેઓ ગ્રાહકો પાસેથી 10 રૂપિયાના સિક્કા લેવાનો ઇનકાર કરે છે. આવી સ્થિતિમાં ગ્રાહક દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી શકે છે. ઘણા દુકાનદારો એવા છે કે જેઓ ગ્રાહકો પાસેથી રૂ. 10ના સિક્કા લેવાનો ઇનકાર કરે છે. પરંતુ આવું કરવું કાયદાકીય રીતે ખોટું છે.

Advertisement

જ્યાં સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI કોઈપણ સિક્કા પર પ્રતિબંધ નહીં મૂકે ત્યાં સુધી દરેક દુકાનદારે ગ્રાહક પાસેથી સિક્કો લેવો પડશે. જો તે આમ નહીં કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ દુકાનદાર તમારી પાસેથી 1 રૂપિયા અથવા 10 રૂપિયાનો સિક્કો લેવાનો ઇનકાર કરી રહ્યો છે, તો પહેલા તેને કાયદાના નિયમો સમજાવો.

Advertisement
Advertisement

જો કોઈ દુકાનદાર તમારી સાથે ગેરવર્તન કરે છે તો તમે તેની સામે ફરિયાદ નોંધાવી શકો છો. તમે RBIની સત્તાવાર વેબસાઇટ અથવા તેના ટોલ ફ્રી નંબર 144040 પર ફરિયાદ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે જો સિક્કો નહીં લેવામાં આવે તો દુકાનદાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવી શકે છે. કારણ કે રાષ્ટ્રીય ચલણનું અપમાન થઈ શકે નહીં. એટલા માટે જો ભવિષ્યમાં તમારી સાથે આવું કંઈક થાય, તો તમારે તરત જ તેની ફરિયાદ કરવી જોઈએ.

Advertisement
Author Image

Advertisement