For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

રૂપાલાનું શક્તિપ્રદર્શન! 'અપૂન ઝૂકેગા નહીં': અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ,

08:38 PM Apr 16, 2024 IST | arti
રૂપાલાનું શક્તિપ્રદર્શન   અપૂન ઝૂકેગા નહીં   અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ
Advertisement

ક્ષત્રિય સમાજનું લાંબા સમયથી ચાલતું આંદોલન… અનેક શહેરોમાં આવેદન અને આંદોલનો બાદ સર્વત્ર સંમેલનો યોજાયા હતા અને 14મી એપ્રિલે રાજકોટ નજીક સામાન્ય સંમેલન યોજાયું હતું. પરંતુ આટલા વિરોધ અને આક્રોશ વચ્ચે પણ ભાજપે ક્ષત્રિયો સામે એક પણ પગલું લીધું નથી. કાર્યકરો અને સમર્થકોની ભીડ વચ્ચે રુપાલાએ શક્તિ પ્રદર્શનમાં પોતાનું ફોર્મ ભર્યું હતું. તેમણે ફરી એકવાર જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી.

Advertisement

રાજકોટમાંથી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રૂપાલાએ સમર્થકો અને કાર્યકરોની ફોજ વચ્ચે વિશાળ રોડ શો યોજ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોડ શો બાદ વિશાળ જનમેદની વચ્ચે જાહેર સભા યોજાઈ હતી. સભાને સંબોધ્યા બાદ તેમણે રૂપાલા રૂપાણી અને કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

Advertisement
Advertisement

રૂપાલાએ 11:30 થી 11:30 વચ્ચે લાભ ચોઘડિયામાં વિજય મુર્હૂતની જગ્યા લીધી. રૂપાલાની સાથે સીટીંગ સાંસદ મોહન કુંડારીયાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. સૌરાષ્ટ્ર ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ સંબોધન કર્યું હતું અને રૂપાલાને ભારે ધામધૂમથી જીતાડવા હાકલ કરી હતી. તો રૂપાલાએ પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સભામાં ક્ષત્રિય સમાજના અનેક લોકો પણ જોડાયા હતા. જેમાં કેશરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા સહિત અનેક મોટા નેતાઓ પણ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિયોને સાથ અને સહકારની અપીલ કરી હતી.

Advertisement
Author Image

Advertisement