For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

વન નેશન વન ઈલેક્શન પર મોટું અપડેટ, આ વર્ષથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થશે!

05:23 PM Mar 08, 2024 IST | MitalPatel
વન નેશન વન ઈલેક્શન પર મોટું અપડેટ  આ વર્ષથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થશે
Advertisement

એક દેશ, એક ચૂંટણી મુદ્દે કાયદા પંચનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. લો કમિશન 15 માર્ચ પહેલા પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચ આ મુદ્દાને લઈને બંધારણમાં સુધારાની ભલામણ કરી શકે છે અને આ માટે વર્ષ 2029ના મધ્ય સુધીમાં દેશભરમાં લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવી શકે છે. કાયદા પંચ એક સાથે ચૂંટણી યોજવા અંગે બંધારણમાં નવો અધ્યાય ઉમેરવા માટે બંધારણીય સુધારાની ભલામણ કરશે.

Advertisement

કાયદા પંચની આ ભલામણોના અમલ પછી પહેલીવાર મે-જૂન 2029માં સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજવામાં આવી શકે છે. ત્યારે દેશમાં 19મી લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદા પંચ ભલામણ કરશે કે પ્રથમ તબક્કામાં રાજ્યોની વિધાનસભાઓ પર કાર્યવાહી કરી શકાય. આ માટે એસેમ્બલીનો સમયગાળો ત્રણ કે છ મહિના જેવા થોડા મહિના ઘટાડવો પડશે. વધુમાં જો અવિશ્વાસના કારણે સરકાર પડી જાય અથવા ત્રિશંકુ ગૃહ હોય, તો પંચ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે 'એકતા સરકાર'ની રચનાની ભલામણ કરશે.

Advertisement
Advertisement

જો એકતા સરકારની ફોર્મ્યુલા કામ કરશે નહીં, તો કાયદાની પેનલ ગૃહની બાકીની મુદત માટે નવી ચૂંટણીની ભલામણ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 'વન નેશન વન ઈલેક્શન' પર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સાથે કાયદા પંચ પણ આ મામલે પોતાનો રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત હતું. રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ તમામ રાજકીય પક્ષો તેમજ FICCI સહિત અનેક સંસ્થાઓ સાથે વાત કરી હતી.

Advertisement
Author Image

MitalPatel

View all posts

Advertisement