For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

ગુજરાતમાં વરસાદની સાથે હીટવેવની આગાહી… જાણો હવામાન વિભાગની આજની આગાહી

02:47 PM Mar 21, 2024 IST | MitalPatel
ગુજરાતમાં વરસાદની સાથે હીટવેવની આગાહી… જાણો હવામાન વિભાગની આજની આગાહી
Advertisement

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુરુવારે બપોરે આપેલી માહિતી મુજબ આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આજે કચ્છ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આવતીકાલથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે.

Advertisement

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદ અને હીટવેવની આગાહી કરી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

Advertisement
Advertisement

હીટવેવની આગાહી સાથે તેમણે કહ્યું કે આ સાથે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં પણ હીટવેવની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની આગાહી કરવામાં આવી નથી.

ગુજરાતમાં ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. રામાશ્રય યાદવે વરસાદ પાછળનું કારણ જણાવતા કહ્યું કે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, તેથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આગામી 24 કલાકમાં અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

Advertisement
Author Image

MitalPatel

View all posts

Advertisement