For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

ગુજરાતમાં આ તારીખે આવશે આંધી વંટોળ, 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો હવામાન વિભાગની આગાહી

03:28 PM May 29, 2024 IST | arti
ગુજરાતમાં આ તારીખે આવશે આંધી વંટોળ  30 કિમીની ઝડપે પવન ફૂંકાશે  જાણો હવામાન વિભાગની આગાહી
Advertisement

રાજ્યમાં ગરમીમાંથી થોડી રાહત મળી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે ગરમીમાં આંશિક ઘટાડો થશે. ભેજનું પ્રમાણ વધ્યું છે, આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ચક્રવાતની આગાહી છે. વાવાઝોડાને કારણે વિઝિબિલિટી ઘટી જશે. દરમિયાન 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

Advertisement

સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે, લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી ક્યારે આ ગરમીથી વરસાદથી છુટકારો મળે, હવામાન નિષ્ણાત અંબાલાલે મોટી આગાહી કરી છે જેમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડશે તેવું જણાવ્યું છે. અને વરસાદ પણ વહેલો આવશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો પહોંચી જશે.

Advertisement
Advertisement

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્ર, જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે આ વખતે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે, તેમના અનુસાર આ વર્ષે કેરળમાં 31 મેના રોજ ચોમાસું આવી શકે છે, તેથી કેરળમાં ચોમાસું એક દિવસ વહેલું આવી જશે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે.

Advertisement
Author Image

Advertisement