For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

'સુરત પહેલા મીની સૌરાષ્ટ્ર હતુ હવે મીની ઇન્ડિયા બની ગયુ છે'..પરષોત્તમ રૂપાલા

05:58 PM Apr 07, 2024 IST | arti
 સુરત પહેલા મીની સૌરાષ્ટ્ર હતુ હવે મીની ઇન્ડિયા બની ગયુ છે   પરષોત્તમ રૂપાલા
Advertisement

સુરતમાં પુરૂષોત્તમ રૂપાલાના વરાછા ખાતે ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજના લોકોએ રૂપાલાને પુષ્પગુચ્છ અને શોલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સુરતના કારણે સમગ્ર દેશમાં રાજ્યની ઇમેજ વધી છે. લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા દેશભરના લોકો રાહ જોઈ રહ્યા છે. ચૂંટણી પહેલા આ વખતે હું અહીં ભાષણ આપવા આવતો હતો, ત્યારે એવું લાગતું હતું કે હું સૌરાષ્ટ્રમાં ભાષણ આપવા આવ્યો છું. પરંતુ આજે એવું લાગે છે કે હું મિની ઈન્ડિયામાં આવું ભાષણ કરી રહ્યો છું. તેમણે ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન કરીને ભાજપને વિજયી બનાવવા અપીલ પણ કરી હતી.

Advertisement

સુરતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાના સ્વાગત માટે સુરત ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરાછાના સભા હોલ ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના વિવિધ ગામોના આગેવાનો દ્વારા રૂપાલાને પુષ્પ અને શોલ ઓઢાડી આવકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરતના પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રૂપાલાને સૌએ શુભેચ્છા પાઠવી હતી

Advertisement
Advertisement

સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા મતવિસ્તારમાં અહીં વસતા લોકોને મળવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. માતાજીના આશીર્વાદનો લાભ લેવા બદલ સમાજના તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હું બધા આશીર્વાદ માટે પણ આભારી છું. આજે હું તમામ લોકોને મળવા આવ્યો છું. જુદા જુદા જુના બિરાદરો, સમુદાયના આગેવાનો મળ્યા અને મને શુભેચ્છા પાઠવી, જેના માટે હું તેમને બધાને અભિનંદન આપું છું. સમગ્ર દેશની જનતા લોકશાહીની ઉજવણીમાં જોડાવા આતુર છે. 22મી જાન્યુઆરીએ રામ અયોધ્યામાં વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

Advertisement
Author Image

Advertisement