For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

અહીં રાત્રે પણ પારો 46 ડિગ્રી ઉપર, ન તો AC કામ કરે કે ન તો ફ્રિજ, દૂધ અને બ્રેડ કરતાં બરફ મોંઘો મળે બોલો

04:40 PM May 12, 2024 IST | arti
અહીં રાત્રે પણ પારો 46 ડિગ્રી ઉપર  ન તો ac કામ કરે કે ન તો ફ્રિજ  દૂધ અને બ્રેડ કરતાં બરફ મોંઘો મળે બોલો
Advertisement

પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં ગરમીના કારણે સ્થિતિ વધુ કફોડી બની છે. અનેક વિસ્તારોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હાલત એ છે કે એસી, કુલર અને ફ્રીજ જેવી વસ્તુઓ કામ કરતી નથી. ડિહાઇડ્રેશન, ઉલ્ટી, ઝાડા વગેરેથી પીડિત દર્દીઓથી હોસ્પિટલો ભરેલી છે.

Advertisement

માલીની રાજધાની બમાકો સહિત ઘણા વિસ્તારો વીજળી સંકટનો સામનો કરી રહ્યા છે. માલીમાં પહેલેથી જ વીજળીની કટોકટી છે. હવે વધતી ગરમી સાથે સમસ્યા વધુ ઘેરી બની છે. પાવર કટના કારણે માલીમાં બરફની માંગ વધી છે.
સ્થિતિ એવી છે કે દૂધ અને બ્રેડ કરતાં બરફના ટુકડા મોંઘા વેચાઈ રહ્યા છે.

Advertisement
Advertisement

ઘણા વિસ્તારોમાં આઇસ ક્યુબ્સની કિંમત 500 ફ્રેંક સુધી પહોંચી ગઈ છે અને તેની કિંમત સતત વધી રહી છે. માલીમાં, બ્રેડ અને દૂધ જેવી વસ્તુઓની કિંમત સામાન્ય રીતે 200 ફ્રેંક સુધી હોય છે. આના પરથી મોંઘવારીનો અંદાજ લગાવી શકાય છે.

એક રિપોર્ટ અનુસાર, એવા ઘણા વિસ્તારો છે જ્યાં રાત્રિનું તાપમાન પણ 46 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. કાળઝાળ ગરમીના કારણે ડિહાઇડ્રેશન, લૂઝ મોશન, ઉધરસ, તાવ અને શ્વાસ સંબંધી રોગો વધી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણીની તંગી છે.

કાળઝાળ ગરમીના કારણે અનેક વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. લોકોને હીટવેવથી બચવા માટે આઇસ ક્યુબ્સનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

Advertisement
Author Image

Advertisement