For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

ભાજપે તૈયારી શરૂ કરી….રાજકોટથી પરસોત્તમ રૂપાલા આ તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે.. સંબોધશે જંગી સભા

04:11 PM Apr 08, 2024 IST | MitalPatel
ભાજપે તૈયારી શરૂ કરી… રાજકોટથી પરસોત્તમ રૂપાલા આ તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે   સંબોધશે જંગી સભા
Advertisement

ક્ષત્રિયો સાથેના વિવાદ વચ્ચે રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા રૂપાલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોક ખાતે વિશાળ સભાને સંબોધશે.

Advertisement

ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે

Advertisement
Advertisement

જંગી સભાને લઇ શહેર ભાજપે સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી હતી. આ બેઠકમાં રાજકોટ લોકસભા મત વિસ્તારના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો, સંગઠનોના પદાધિકારીઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટરો પણ હાજર રહેશે. સભાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

એક તરફ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપે તેમની સભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોકમાં આગામી 16મીએ ભાજપે સભાનું આયોજન કર્યું હતું. રૂપાલા 16મીએ ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા રાજકોટ રેસકોર્સ બહુમાળી ભવન પાસે જનમેદનીને સંબોધશે. રૂપાલાની સભા પર સમગ્ર રાજ્યની નજર રહેશે.

રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, 'રાજકોટ મક્કમ નિશ્ચય, મોદી સરકાર ફરી એકવાર!!' ક્ષત્રિય સમાજના જોરદાર વિરોધ અને વિવાદો વચ્ચે આ ટ્વીટથી ફરી રાજકારણ ગરમાયું છે. આ ટ્વિટમાં ફરી એકવાર મોદી સરકારના રાજકોટના મક્કમ નિર્ધારની જોડણી કરવામાં આવી છે. આ વિડીયોમાં પરશોત્તમ રૂપાલા રાજકોટ શહેરની વિવિધ ઈવેન્ટ્સ અને પ્રમોશનને કવર કરતા બતાવવામાં આવ્યા છે. રાજ્યમાં એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન અને સભાઓ કરી રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલાએ એક વીડિયો શેર કર્યો છે. હાલમાં પરષોત્તમ રૂપાલાએ રાજકોટ શહેર અને જિલ્લામાં મોટાભાગનો પ્રચાર પૂર્ણ કર્યો છે.

પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ એકઠા થયો છે અને ઠેર-ઠેર સભા, રેલી અને સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે હવે પાટીદાર સમાજ રૂપાલાના ખુલ્લેઆમ સમર્થનમાં ઉતર્યો છે. આજે સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ બહાર આવ્યો છે. પાટીદારોએ રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લગાવવાનું શરૂ કરી દીધું છે. આ સાથે હવે આ લડાઈ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોથી આગળ વધીને પાટીદારો સુધી પણ પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં ભાજપ માટે કપરા ચઢાવનો જંગ ચાલી રહ્યો છે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિવાદ સતત વધી રહ્યો છે, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે.

Advertisement
Author Image

MitalPatel

View all posts

Advertisement