IndiabusinessBollywoodAstrologyLifestyleGujaratTechnologyHatke-khabar

ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ, અંતે મુકેશ દલાલની જીત

03:46 PM Apr 22, 2024 IST | arti

સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં ઇતિહાસ સર્જાયો છે. પહેલીવાર ભાજપે લોકસભા ચૂંટણીમાં બિનહરીફ બેઠક જીતી છે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી 28 સાંસદો બિનહરીફ જીત્યા છે. જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગના સાંસદો બિનહરીફ જીત્યા છે. હવે સુરત બેઠક પર ભાજપની આ જીત ઐતિહાસિક ગણી શકાય.

ભાજપે લોકસભા ચૂંટણી પહેલા ઈતિહાસ રચ્યો છે. ચૂંટણી પહેલા ભાજપનો વિજય થયો છે. સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી પહેલા કોઈ ઉમેદવાર બિનહરીફ થયા હોય તેવી આ પહેલી ઘટના છે. સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ સર્જાયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. ત્યારે આ ઐતિહાસિક જીતને લઈને ભાજપમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મુકેશ દલાલને મીઠાઈ ખવડાવીને તેમનું સન્માન કર્યું હતું. ભાજપના બિનહરીફ લોકસભા ઉમેદવાર મુકેશ દલાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષને મળ્યા હતા.

સુરત લોકસભા બેઠકો પર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત લોકસભા બેઠક પર કોઈપણ પ્રકારની ચૂંટણી એટલે કે મતદાન કરવાની જરૂર નથી. માત્ર એક જ ઉમેદવાર બાકી હોવાથી તેઓને બિનહરીફ નિયમોને આધીન બનાવવામાં આવશે. જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવશે.

Next Article