IndiabusinessBollywoodAstrologyLifestyleGujaratTechnologyHatke-khabar

અંબાલાલ પટેલની ભુકાકાઢી નાખે તેવી આગાહી..ગુજરાતમાં આંધી વંટોળ સાથે ફરી એકવાર આવશે વરસાદ…

03:15 PM Mar 31, 2024 IST | MitalPatel

ગુજરાતમાં કમોસમી વરસાદ બારમાસી ઋતુ બની ગયો છે. ગુજરાતમાં હવે દર પખવાડિયે કમોસમી વરસાદ દસ્તક દે છે. ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ચક્રવાતી તોફાન સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

એપ્રિલમાં વરસાદ પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. એપ્રિલ મહિનામાં વરસાદ પડશે. આ સાથે વાતાવરણમાં તોફાની પવનોનું પ્રમાણ વધશે. એપ્રિલથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

એપ્રિલમાં પણ ગરમી પડશે
તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં તાપમાનમાં પણ વધારો થશે. રાજ્યમાં 20 એપ્રિલથી આકરી ગરમી શરૂ થશે. રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે મહિનામાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી વધશે.

એપ્રિલમાં પણ હીટ સ્ટ્રોક
એપ્રિલના પ્રથમ સપ્તાહથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. પરંતુ એપ્રિલ શરૂ થતાં જ વાતાવરણ ફરી પલટાઈ જશે. આગામી દિવસોમાં તાપમાનમાં ફરી વધારો થશે.

Next Article