For the best experience, open
https://m.navbharatsamay.in
on your mobile browser.

I Miss You Rani… એશ્વર્યા સાથે લગ્ન કર્યા બાદ અભિષેક બચ્ચને રાણી મુખર્જીને કર્યો આવો મેસેજ, પછી….

12:54 PM Mar 22, 2024 IST | arti
i miss you rani… એશ્વર્યા સાથે લગ્ન કર્યા બાદ અભિષેક બચ્ચને રાણી મુખર્જીને કર્યો આવો મેસેજ  પછી…
Advertisement

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિષેક અને રાનીની લવ સ્ટોરી પણ એટલી જ પ્રખ્યાત છે. એક વખત અભિષેક બચ્ચને લગ્ન પછી તેને મેસેજ કર્યો એ વાંચીને એક્ટ્રેસને મોટો આંચકો લાગ્યો હતો. વર્ષ 2005માં રાની મુખર્જી અને અભિષેક બચ્ચન ફિલ્મ 'બંટી ઔર બબલી'માં સાથે જોવા મળ્યા હતા. આ જોડી ચાહકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ દરમિયાન બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. એવી પણ અફવા હતી કે રાની બચ્ચન પરિવારની વહુ બનવા જઈ રહી છે પરંતુ એવું બન્યું નહીં.

Advertisement

લગ્ન બાદ અભિષેક બચ્ચને એકવાર રાની મુખર્જીને મેસેજ કર્યો હતો. જેમાં અભિનેતાએ લખ્યું હતું કે, હું હજી પણ તને યાદ કરું છું. આ વાંચીને રાણી સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ પાછળથી તેને ખબર પડી કે તે અભિષેક નહીં પરંતુ પ્રિયંકા ચોપરાએ તેના ફોનમાંથી આવો કાંડ કર્યો હતો.

Advertisement
Advertisement

વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન આ ઘટના શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, 'એકવાર હું અને અભિષેક એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારબાદ અભિષેકે મારી સાથે મજાક કરી હતી અને ફોન છુપાવી દીધો હતો. જે બાદ મેં તેને પ્રૅન્ક કરવાનું નક્કી કર્યું અને પછી રાનીને તેના ફોન પરથી મેસેજ કર્યો. જે વાંચીને તેના હોશ ઉડી ગયા.

તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર સાથે સગાઈ તોડ્યા બાદ રાની મુખર્જી બચ્ચન પરિવારની ખૂબ નજીક આવી ગઈ હતી. જયા બચ્ચન પણ તેમને ખૂબ પસંદ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક અને રાની લગભગ 2 વર્ષ એકબીજાને ડેટ કર્યા હતા. બાદમાં તેમના લગ્નની અફવાઓ ઉડવા લાગી પરંતુ જ્યારે 2007માં અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.

Advertisement
Author Image

Advertisement